Home CricketT20 vs TEST MCC chiefs big statement on players quitting Tests for the greed of earning more in a short time | Gujarati News

T20 vs TEST MCC chiefs big statement on players quitting Tests for the greed of earning more in a short time | Gujarati News

by BollywoodNewsAndMovie


T20 ફ્રેન્ચાઈઝી લીગમાં વધતી કમાણીના કારણે કેટલાક ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટમાંથી વહેલી નિવૃત્તિ લઈ રહ્યા છે. મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC)ના હેડ ઓફ ક્રિકેટ ફ્રેઝર સ્ટીવર્ટે આ ટ્રેન્ડને ચિંતાજનક ગણાવ્યો છે, પરંતુ સાથે જ કહ્યું કે જો કોઈ ખેલાડીને ઓછું ક્રિકેટ રમીને વધુ કમાણી કરવાની તક મળતી હોય તો તેને દોષ આપી શકાય નહીં. તેમણે ટેસ્ટ ક્રિકેટને વધુ આકર્ષક બનાવવા માટે પિંક બોલના પ્રયોગ અને રમતની ગતિ વધારવાની પણ તરફેણ કરી.

ઓછું રમીને વધુ કમાણી, ખેલાડીઓને દોષ કેમ આપવો?

સ્ટીવર્ટના મતે હાલમાં ક્રિકેટનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત છે અને દુનિયાભરમાં T20 ફ્રેન્ચાઈઝી લીગની સંખ્યા વધી રહી છે. તેના કારણે ખેલાડીઓ સામે પણ કરિયર અને કમાણી વચ્ચે પસંદગી કરવાનો પ્રશ્ન ઊભો થાય છે. તેમણે કહ્યું કે ટેસ્ટ ક્રિકેટની સરખામણીએ ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં ઓછું રમીને વધુ પૈસા કમાવાની તક મળે છે. આવી સ્થિતિમાં ખેલાડી જો ટેસ્ટ ક્રિકેટ વહેલી છોડી દે તો તેને સીધી રીતે દોષી ઠેરવી શકાય નહીં. જોકે MCC ઈચ્છે છે કે વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટ રમતા રહે.

T20 લીગને પણ ખલનાયક ન બનાવવી જોઈએ

સ્ટીવર્ટે ફ્રેન્ચાઈઝી ક્રિકેટની ટીકા કરવાની સાથે તેના ફાયદા પણ ગણાવ્યા. તેમના મતે IPLએ વિશ્વ ક્રિકેટની આર્થિક સ્થિતિમાં મોટો ફેરફાર કર્યો છે અને દુનિયાની ઘણી લીગને પણ આર્થિક રીતે મજબૂત બનાવવામાં ફ્રેન્ચાઈઝી ક્રિકેટની ભૂમિકા રહી છે. તેમણે એ પણ કહ્યું કે ફ્રેન્ચાઈઝી ક્રિકેટના કારણે અલગ-અલગ દેશોના ખેલાડીઓ એક જ ટીમમાં સાથે રમે છે. ઉદાહરણ તરીકે સ્ટીવર્ટે વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથનું નામ લીધું. તેમના મતે આ કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખેલાડીઓ વચ્ચે પરસ્પર સન્માન અને સંબંધો પણ વધુ સારા થયા છે.

પિંક બોલથી ડે ટેસ્ટમાં મોટો ફેરફાર?

ટેસ્ટ ક્રિકેટને વધુ આકર્ષક બનાવવા માટે ICCએ ખરાબ પ્રકાશની સ્થિતિમાં પિંક બોલના ઉપયોગનું ટ્રાયલ મંજૂર કર્યું છે. સ્ટીવર્ટે આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમના મતે જો ટેસ્ટ મેચના અંતિમ સેશનમાં પ્રકાશ ઓછો હોય અને રમત અટકવાની શક્યતા હોય તો બંને ટીમોની સંમતિથી પિંક બોલનો ઉપયોગ કરી શકાય. તેનાથી રમત ચાલુ રાખી શકાશે અને મહત્વની ઓવરો ગુમાવવાથી બચી શકાશે. સ્ટીવર્ટે ઉદાહરણ આપતા કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમો વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં જો બંને ટીમો સંમત હોય તો ચોક્કસ મેચમાં પિંક બોલનો વિકલ્પ પસંદ કરી શકાય છે. આ ઉપરાંત દિવસ દરમિયાન દર્શકોને વધુ સંખ્યામાં સ્ટેડિયમ સુધી લાવવા માટે પણ આ પ્રયોગ ઉપયોગી બની શકે છે.

રમતની ગતિ વધારવા પર પણ ભાર

સ્ટીવર્ટે ટેસ્ટ મેચ દરમિયાન સમય બગાડવાના મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરી. ખાસ કરીને ટેસ્ટના અંતિમ કલાકમાં બેટ્સમેનો દ્વારા જાણી જોઈને સમય બગાડવામાં આવે તો તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. 1 ઓક્ટોબર 2026થી લાગુ થયેલા નવા ICC નિયમો હેઠળ બેટ્સમેનને સમય બગાડવા બદલ પ્રથમ અને બીજી વખત ચેતવણી આપવામાં આવશે. ત્રીજી વખત ફરી આવું થાય તો ફિલ્ડિંગ ટીમને 5 રનનો દંડ મળશે. સ્ટીવર્ટે આ ફેરફારને યોગ્ય દિશામાં લેવાયેલું પગલું ગણાવ્યું.

ટેસ્ટ ક્રિકેટને બચાવવાનો રસ્તો શું?

સ્ટીવર્ટના મતે ટેસ્ટ ક્રિકેટ અને T20 ફ્રેન્ચાઈઝી ક્રિકેટ બંનેનું પોતાનું મહત્વ છે. સમસ્યા એ છે કે વ્યસ્ત શેડ્યૂલના કારણે ખેલાડીઓ માટે બંને ફોર્મેટમાં લાંબા સમય સુધી રમવું મુશ્કેલ બની રહ્યું છે. તેમણે કહ્યું કે ક્રિકેટના સંચાલકોએ એવું શેડ્યૂલ બનાવવાની જરૂર છે જેમાં ટેસ્ટ ક્રિકેટને પણ યોગ્ય સ્થાન મળે અને ખેલાડીઓ ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાંથી મળતા આર્થિક ફાયદાથી પણ વંચિત ન રહે. તેમના મતે ક્રિકેટના ભવિષ્ય માટે બંને ફોર્મેટ વચ્ચે સંતુલન જાળવવું સૌથી મહત્વનું રહેશે.

આ પણ વાંચો: ભારતના 2 સ્ટાર ખેલાડીઓનું નામ ICC એવોર્ડ માટે શોર્ટલિસ્ટ



Source link

You may also like

Leave a Comment